ભાભરમાં છેલ્લા બે દિવસથી અવિરત વરસાદ કહેર બની ગયો છે ત્યારે ૧૪ ઈંચથી વધુ વરસાદ ભાભરમાં વરસ્યો છે જેના કારણે સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ સર્જાઈ છે અને વરસાદ સાથે પવન પણ જોરદાર ફુંકાયો હોવાથી અનેક વૃક્ષો ધરાશયી થયા છે અનેક વીજપોલ તૂટી પડ્યા હોવાથી ૨૪ કલાકથી વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો ત્યારે ભાભર પંથકમાં ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વહિવટી તંત્ર દ્વારા અનેક લોકોનું સુરક્ષિત જગ્યાએ સ્થાળાંતર કરવામાં આવ્યું હતું