હવામાન વિભાગ દ્વારા કચ્છમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે કચ્છના રાપરમાં 17 ઇંચ અને ભચાઉમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. કચ્છમાં અતિભારે વરસાદ ખાબકતા ખેડૂતોના પાકને નુકસાન થયું છે.ભરૂડીયા નજીક ખેડૂતોના બાજરી અને જુવારના પાકને નુકસાન થયું છે. ખેડૂત પ્રવિણ ઠાકોરે વિગતો જણાવી.