સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પુણા ગામ તળાવ નજીક ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા.પુણા ગામ વિસ્તારમાં બેરોકટોક પણે ચાલી રહેલા ગેરકાયદે ઇન્ડસ્ટ્રીયલ બાંધકામોને અટકાવવાની માંગ કરી હતી.ઇન્ડસ્ટ્રીયલ બાંધકામો ન કારણે સ્થાનિક વિસ્તારમાં ગંદકી,અસામાજિક પ્રવુતિ નું દૂષણ સહિતની ફરીયાદ કોંગ્રેસ સમિતિના સભ્યો અને પૂર્વ કોર્પોરેટર દિનેશ સાવલિયાએ કર્યા હતા.તેઓએ જણાવ્યું કે તંત્રને ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.જેના વિરોધમાં ધરણા કર્યા છે.