ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ આજે ભોમીયાવદર ગામ ખાતે અંદાજીત 35 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર વિવિધ વિકાસના કામોનું સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોની ઉપસ્થિતીમાં ખાતમુહૂર્ત કર્યુ હતું.જેમાં ગામના અનુ. જાતિ વિસ્તારમાં LED સ્ટ્રીટ લાઈટ નાખવાના કામનો, સી.સી. રોડનું કામ,ગામના સ્મશાનમાં છાપરીનું કામ, ગામમાં સ્નાન ઘાટનું કામ,ગામમાં બ્લોક સહિતના કામોનો પ્રારંભ કરાવ્યો