અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શ્રાવણ માસની પાવન ઉજવણી તરીકે એક વિશિષ્ટ ધાર્મિક કાર્યક્રમ સુંદરકાંડના પાઠનું આજરોજ સવારથી આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમનો ઉદ્દેશ પોલીસ કર્મચારીઓ અને સ્થાનિક સમુદાય વચ્ચે એકતા અને શાંતિનો સંદેશ વહેંચવાનો હતો.આ પ્રસંગે, પોલીસ સ્ટેશનના અધિકારીઓ, કર્મચારીઓ અને આસપાસના લોકો એકઠા થયા અને શ્રાવણ માસ નિમિત્તે સુંદર કાંડના સામુહિક પાઠ કર્યા હતા.