કોઈપણ પ્રકારની જાણકારી વિના અચાનક સસ્પેન્ડ કરી નાખવામાં આવેલ મનપાના ડ્રાઇવર ગજરાજસિંહે આજે બપોરે 4:30 વાગ્યાની આસપાસ વ્યથિત હૈયે પોતાની મુશ્કેલીઓ વર્ણવતા જણાવ્યું હતું,કે તેમના પર કરવામાં આવેલ તમામ આક્ષેપો તદ્દન ખોટા છે. તેમના ઘરમાં 10 સભ્યો છે.અને રાજકોટમાં બીજી નોકરી તાત્કાલિક મેળવવી મુશ્કેલ છે. જેને લઈને તેઓએ તેમને નોકરી પર પરત લેવાની માગણી કરી હતી.