આજરોજ સરહદી વિસ્તારમાં વરસાદનું જોર ઘટતા સ્થિતિ સામાન્ય થઈ રહી છે. કલેકટરશ્રીના નેજા હેઠળ વહીવટી તંત્ર વીજળી, પાણી, ફૂડ પેકેટ, તબીબી સેવાઓ, રસ્તાઓ સહિતની સેવા માટે દિવસ રાત ખડેપગે કામગીરી કરી રહ્યું છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન થરાદ ખાતે ૨ ઇંચ, વાવમાં ૧.૬૦ ઇંચ જ્યારે ભાભરમાં ૫.૨૮ ઇંચ તથા સુઈગામમાં નિહવત જેવો વરસાદ નોંધાયો હોવાની માહિતી પ્રાંત અધિકારી અને રાહત બચાવ કામગીરી કરતા કે આર ઉનકળે મીડિયામાં માહિતી આપી હતી