માધવપુરના બારવાવ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમી રહેલ 13 ઇસમોને માધવપુર પોલીસે ઝડપી પાડ્યા છે. માધવપુર પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, બારવાવ વિસ્તારમાં જાહેરમાં અમુક ઈસમો જુગાર રમી રહ્યા છે જેથી પોલીસે રેઇડ કરતા જાહેરમાં જુગાર રમી રહેલ 13 ઇસમોને રૂ. 34400ની રોકડ સાથે ઝડપી લઈ તમામ સામે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.