રાજુલા નગરપાલિકાના સફાઈ કામદારોની હડતાળ 10મા દિવસે પણ યથાવત છે. કામદારોએ કાયમી નોકરી અને વારા બંધ કરવાની માગણી સાથે નગરપાલિકા કચેરી નીચે છાવણી નાખી છે. ધારાસભ્ય હીરા સોલંકીએ હડતાળ સ્થળની મુલાકાત લઈને કામદારોને રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવાની ખાતરી આપી.