પોલીસ સૂત્રોથી મળતી માહિતી મુજબ ખેડબ્રહ્મા પોલીસ દ્વારા નવરાત્રી દરમિયાન કડક પેટ્રોલિંગ વચ્ચે આજે સવારે અંદાજિત 7 વાગ્યાની આસપાસ ગલોડીયા થી લક્ષ્મીપુરા જતા રસ્તે એકટીવા ઉપર સવાર એક શખ્સને રોકી તપાસ કરતા ભારતીય બનાવટ નો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારે ખેડબ્રહ્મા પોલીસે આરોપીની ધરપકડ કરી મુદ્દામાલ કબ્જે લઈ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.