જિલ્લાના બજાણા પોલીસ મથક હેઠળ ના વિસ્તારમાં SOG સ્ટાફને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, ખેરવા ગામનો મોહસીનખાન જત મલેક ગેરકાયદેસર હથિયાર રાખે છે. આધારે, પોલીસે સેડલા ગામની સીમ પાસે વોચ ગોઠવી હતી. 23 વર્ષીય મોહસીનખાનને દેશી હાથબનાવટના તમંચા (કિંમત રૂ. 3000) સાથે પકડી પાડ્યો. તેની પાસે હથિયારનું લાયસન્સ કે કોઈ આધાર પુરાવો ન હતો. બજાણા પોલીસે આર્મ્સ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો.