ભાવનગર શહેરમાં હુસેનભાઇ ગફુરભાઈ સૈયદ નામના 45 વર્ષે યુવકને તેના ભાઈ સત્તારભાઈએ પૈસાની લેતી-દેતીના વિવાદમાં તળાજા જવાના બહાને બોલાવ્યા હતા. ત્યારબાદ તેમને વાડીએ લઈ જઈને માર માર્યો, જેના કારણે તેમના હાથમાં ફ્રેક્ચર થયું. આ હુમલો ફારુખભાઈ અને સમીરભાઈ પણ સંડોવાયેલ હોવાનું ભોગ બનનારના પત્ની ફરીદાબેને જણાવ્યું હતું. હાલ ઈજાગ્રતને સારવાર માટે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે તેમ જ બનાવને લઈને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી