વાલોડ ગામના ગણેશ મંદિરના હોલમાં ધારાસભ્ય સહિતના અગ્રણીઓની હાજરીમાં બેઠક યોજાઈ.તાપી જિલ્લાના વાલોડ ગામના ગણેશ મંદિરના હોલમાં શનિવારના રોજ 1 કલાકની આસપાસ ભાજપ સંગઠનની બેઠક યોજાઈ હતી.જેમાં ધારાસભ્ય મોહન ઢોડિયા તેમજ તાલુકા સંગઠન પ્રમુખ સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા.જેમાં આગામી દિવસોના યોજાનાર વડાપ્રધાન ના જન્મદિવસ અંતર્ગત ના કાર્યક્રમ અંગે માર્ગદર્શન આપી ચર્ચા કરવામાં આવી હતી.