હળવદ પંથકમાં દાડમની ખેતી કરતા ખેડૂતોની માઠી બેઠી હોય તેવા હાલ સર્જાયા છે, જેમાં પડતરથી પણ નીચા ભાવથી વેચાણ થતા દાડમના કારણે ખેડૂતોને મોટી નુકસાની ભોગવી પડી રહી હોય ત્યારે આજરોજ શનિવારે હળવદ પંથકમાં દાડમની ખેતી કરતા એક ખેડૂતો 10 વીઘાના દાડમના બગીચા પર જેસીબી મશીન ફેરવી નાશ કરતાં આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે...