શહેરના રજપુતપરા મેઈન રોડ પર સુરભી કોમ્પ્લેક્ષના બીજા માળે સેવન-પ્લસ સ્પામાં ધમધમતાં કૂટણખાના ઉપર એ-ડિવીઝન પોલીસે દરોડો પાડી સંચાલક અને મેનેજર સહિત બેની ધરપકડ કરી હતી. સ્પામાંથી મળી આવેલી ત્રણ રૂૂપલલનાને નિયમ મુજબ પોલીસે સાક્ષી બનાવી હતી. ઘણાં સમયથી આ સ્પામાં કૂટણખાનું ચાલતું હોવાની શંકા પોલીસે વ્યકત કરી છે. મળેલી બાતમીના આધારે પીઆઈ બી. વી. બોરિસાગરની રાહબરીમાં પીએસઆઈ એસ.એમ. રાણાએ ડમી ગ્રાહક મોકલી ખરાઈ કરાવ્યા બાદ દરોડો પાડયો હતો.