જામનગર શહેર અને જિલ્લામાં નશાકારક ચોકલેટના વેચાણ અંગે એસ.ઓ.જી ની ટીમે ત્રણ સ્થળે દરોડા પાડ્યા બાદ નશીલા પદાર્થ ગાંજાના વેચાણનું નેટવર્ક પકડી પાડવા માટે કમર કસી હતી, અને જામનગર તાલુકાના સિક્કા ગામમાંથી એક શખ્સને ઝડપી લીધો છે, અને તેની પાસેથી નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો કબજે કરી લીધો છે. જ્યારે તેની પૂછપરછ દરમિયાન મહારાષ્ટ્રના સપ્લાયર નું નામ ખુલ્યું છે.