જુનાગઢના રાજકારણમાં વગર ચૂંટણીએ ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા દ્વારા આગામી 1 સપ્ટેમ્બર થી રોજગાર સહાયતા અભિયાન અંતર્ગત બેરોજગાર લોકોને સાંભળવા અને સમજવા માટે રૂબરૂ મુલાકાત કરવા જઈ રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી રાજકારણમાં નિષ્ક્રિય દેખાતા પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા ફરી સક્રિય થતા હોય તેવું લાગી રહ્યું છે.બીજી તરફ સત્તાપક્ષના જ ધારાસભ્ય અરવિંદ લાડાણીની ચોમાસા ઋતુ દરમિયાન જ વંથલી ખાતે કાર્યાલય સંકેલાઈ છે.