This browser does not support the video element.
વડોદરા પૂર્વ: ચડ્ડી બનીયન ધારી ગેંગ:ટ્રેનમાં સફર કરતા હતા,રસ્તાથી દૂર હોય તેવા મકાનને ટાર્ગેટ કરતા હતા
Vadodara East, Vadodara | Aug 29, 2025
શહેરમાં જુદાજુદા વિસ્તારોમાં થતી ચોરીઓમાં ચડ્ડીબંડી તેમજ બુકાની પહેરીને ત્રાટકતી ગેંગ ભારે ધાક ફેલાવતી હોવાથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોરીના બનાવોના સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ સર્વેલન્સને આધારે દાહોદની એક ગેંગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.કિશનવાડી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમે મુકેશ માવી, કમલેશ માવી,સુખરામ માવી અને કલ્પેશ માવી(તમામ રહે.વડવા ગામ,ગરબાડા જિ.દાહોદ)ને ઝડપી પાડયા હતા.ગેંગ પાસેથી દાગીના પણ મળ્યા છે