બોટાદ શહેરમાં સોનાવલા સરકારી હોસ્પિટલને સિવિલનો દરજ્જો આપવામાં આવ્યો છે. પરંતુ સીટી સ્કેન,એમઆરઆઈ સોનોગ્રાફી મશીનનો અભાવ છે લોકોને મોટો ખર્ચ કરી ખાનગી યુનિટોમાં જવું પડે છે. કન્સલ્ટન્ટ ડોક્ટર માત્ર થોડી કલાકોમાં ચાલ્યા જાય છે ત્યારે દવાખાનાની જરૂરી કાયમી એમડી ડોક્ટર, ઓર્થોપેડિક, ન્યુરોસર્જન, સાથે પૂરતી સાધન સુવિધા અને દર્દીઓ સાથે મદદની ભાવના પૂર્ણ વર્તન કરે તેવો સ્ટાફ વધારવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું