અમદાવાદથી મુંબઈ તરફ જતો એક આઇશર ટેમ્પો નંબર GJ 16 AV 7956 કરણ ગામના પાટિયાથી ટ્રાફીકમાં યુ ટર્ન લઈ રહ્યો હતો ત્યારે ત્યાં ઉભેલી ટ્રક નંબર RJ 14 GQ 8095 સાથે ટેમ્પો ભટકાઇને ગામની ગટરની દિવાલ સાથે ભટકાતા આઇશર ટેમ્પાની આગળની કેબિનનો ભાગ દબાઈ જતા ટેમ્પો ચાલક ગંભીર રીતે બંન્ને પગ ફસાઈ જતા ગામના લોકો દોડી આવ્યા હતા અને ટેમ્પોમાં ફસાયેલા ચાલકને ડ્રાઈવર કેબિન તોડી મહા મહેનતે બહાર કાઢી ચાલક અને ક્લીનરને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.