ડાકોર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન ઠાસરા થી ડાકોર તરફ બાઈક લઈને પસાર થતાં એક અસંકાસ્પદ ઈસમની અટકાયત કરી તપાસ કરતા તેની પાસે રહેલું બાઇક ચોરીનું હોવાનું સામે આવ્યું હતું. આ સાથે તેની પાસેથી ચાર જેટલા ફોન પણ મળી આવ્યા હતા જે અંગે પૂછપરછ કરતા આ તમામ વસ્તુઓ ચોરીની હોવાનું સામે આવ્યું છે સમગ્ર મામલે પોલીસે હાલ તો આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.