ઉપલેટા તાલુકાના ગઢાળા ગામનો મુખ્ય રસ્તો એટલે કે કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો હોવાની બાબતને લઈને સ્થાનિક લોકો તેમજ આગેવાનોએ અનેક રજૂઆતો કરી હતી જેના કારણે સરકાર દ્વારા અહીં નવો કોઝવે મંજૂર કરવામાં આવ્યો છે. આ મંજૂર થયેલ કોઝવેનું કામ વહેલી તકે કરવામાં આવે તેવી ગઢાળા ગામના માજી સરપંચ નારણભાઈ આહિરે માંગ કરી છે.