શહેરના શીતલ પાર્ક નજીક આવેલ ખાણીપીણીના ધંધાર્થીઓ ₹500 સફાઈ કર ચુકવતાં હોવા છતાં મહાનગરપાલિકા દ્વારા તેમને સફાઈને સુવિધા આપવામાં આવતી નથી. જેને લઈને વેપારીઓ ભારે રોષે ભરાયા હતા અને આ અંગે ગઈકાલે રાત્રે 12:00 વાગ્યાની આસપાસ આપેલ નિવેદનમાં તાકીદે પગલાં લઈ અહીં સ્વચ્છતા કરાવવા માટે માંગણી કરી હતી.