શાખપુર તથા આસપાસના ગામોમાં રાત્રિના સમયે વારંવાર વીજળી બંધ, ગ્રામજનોમાં રોષ અમરેલી જીલ્લાના લાઠી તાલુકા અંતર્ગત આવેલ શાખપુર ગામ તેમજ નાના કાણકોટ, પાંચલાવડા અને નાના રાજકોટ વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી રાત્રિના સમયે વારંવાર વીજળી ઊંધ થતી રહે છે. જેના કારણે સ્થાનિક ગ્રામજનો ભારે પરેશાની અનુભવતા હોવાની ફરિયાદો ઉઠી છે.સરપંચે માંગણી કરી છે કે વિજ વિભાગ તાત્કાલિક તપાસ કરી કારણો શોધી ગામલોકોને રાહત આપે. સાથે જ સાંસદ અને ધારાસભ્યને પણ નકલ રવાના કરવ