સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી નિમિત્તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે કાર્યાન્વિત 'સરદાર વલ્લભભાઈ પટેલ ચેર' ખાતે આજે બપોરે 4:00 વાગ્યાની આસપાસ એક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય રમતગમત મંત્રી શ્રી મનસુખ માંડવીયા,પરસોત્તમભાઈ રૂપાલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.