આજરોજ રાજકોટ ખાતે 'આપ'પ્રદેશપ્રમુખ ઈશુદાન ગઢવીના હસ્તે 'આપ' વિદ્યાર્થી પાંખ 'ASAP'નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં બપોરે 4:00 વાગ્યાની આસપાસ આપ પ્રદેશ પ્રમુખ ઈશુદાનગઢવીએ જણાવ્યું હતું કે, તેઓ દેશના તમામ યુવાનોને આપમાં જોડાઈ આગામી સમયમાં વિવિધ ચૂંટણીઓ દ્વારા રાજકારણમાં પ્રવેશી રાજકારણની ગંદકી સાફ કરી ગુજરાત તેમજ દેશની પ્રગતિમાં સહભાગી થવાનું આહ્વાન આપે છે.