વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં આવેલ લેટોજા સીરામીક કારખાનામાં રહી મજૂરી કામ કરતા અરવિંદભાઈ જોગડીયાભાઈ (ઉ.વ. ૨૮) નામના પરપ્રાંતિય શ્રમિકને છેલ્લા પાંચ દિવસથી તાવ આવતો હોય, જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોય, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થતાં આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા અકસ્માત મૃત્યુ નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….