જજ સંદીપ ભટ્ટની બદલીને લઈને હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન દ્વારા અચોક્કસ મુદતની હડતાળ જાહેર કરવામાં આવી હતી, જેને શનિવારે 12 કલાકે સમેટી લેવામાં આવી છે. હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશને જણાવ્યું હતું કે, CJIને 6 સભ્યોનું પ્રતિનિધિ મંડળ મળ્યું હતું. તેની રજૂઆત ઉપર વિચારણા થઈ રહી છે અને સુપ્રીમ કોર્ટના જવાબની રાહ જોવાઈ રહી છે. ત્યારબાદ આગામી નિર્ણય લઈ શકાય..