દસાડા તાલુકામાં 30 વર્ષીય શખ્સે 7 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચર્યું. આરોપીએ બાળકીને બાઇક પર બેસાડી મેલડી માતાના મંદિર પાસે લઈ જઈ કુકર્મ કર્યું. બાળકી રડવા લાગતાં તેને થપ્પડ મારી. ઘટનાની જાણ થતાં માતાએ બાળકીને હોસ્પિટલ પહોંચાડી, જ્યાં દુષ્કર્મની પુષ્ટિ થઈ. પોલીસે પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની અટક કરી. બાળકીને સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ઝીંઝુવાડા પોલીસે તપાસ શરૂ કરી.