આજે બપોરે 4:00 વાગ્યાની આસપાસ મહાનગરપાલિકાના વેરા વિભાગના મેનેજર વત્સલ પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, મનપા દ્વારા ઓનલાઇન વેરો ભરવામાં વિશેષ છુટ અપાતી હોવાથી વધુને વધુ લોકો ઓનલાઇન વેરો ભરતા થયા છે. નાણાકીય વર્ષના છ મહિનામાં જ પોણા ત્રણ લાખ પ્રામાણિક કર દાતાઓએ 186.33 કરોડનો વેરો ઓનલાઈન ભરપાઈ કર્યો છે. જેને લઈને આ વર્ષે ઓનલાઈન વેરો ભરવાનો રેકોર્ડ સર્જાય તેવી શક્યતા છે.