ગણેશ મહોત્સવ ની શરૂઆત થઇ છે તેવામાં વિવિધ મંડળો દ્વારા ગણેશ જી ની અલગ અલગ થીમ પર સ્થાપના કરવામાં આવેલ છે.સાથે સાથે સોસાયટી ઓ તથા ઘરો મા પણ લોકો ગણેશ જી ની સ્થાપના કરતા હોય છે,ત્યારે શહેર ના અકોટા વિધાનસભા વિસ્તારમાં આવતા વોર્ડ-10 ના વિવિધ વિસ્તારમાં અકોટા વિધાનસભા ના ધારાસભ્ય ની ઉપસ્થિતિ મા આરતી નુ આયોજન કરવામા આવ્યુ હતું તે પૈકી વોર્ડ 11 ની ઓફીસ પાસે આવેલ રુપલ પાર્ક સોસાયટી ખાતે સ્થાપના કરવામાં આવેલ રૂપક પાર્ક ચા રાજા ના દર્શનાર્થે પહોંચ્યા હતા.