બોડેલી ખાતે નગરપાલિકા બનાવવામાં આવી પરંતુ નગરપાલિકામાં જન્મ મરણ આવક ના દાખલા કાઢવાં માટે આઈ ડી પાસવર્ડ ના આવતા 25 હજાર લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ગ્રામ પંચાયતો માં થી તમામ દફતરો જપ્ત કરવા માટે ચીફ ઓફિસર ને સૂચના આપવામાં આવી હતી.તમામ નાણાંકીય વહીવટ ગ્રામ પંચાયત નો બંધ કરી દેવામાં આવ્યો છે. નગરપાલિકામાં વિકાસના કામો માટે મદદનીશ ઇજનેર તેમજ એનેટરી ઇન્સ્પેક્ટરની તાત્કાલિક નિમણૂક કરવામાં આવશે. વધુમાં નગરપાલિકાના સીઓ અને કોમ્પ્યુટર ઓપરેટરે શું કહ્યું?