વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજવા ચોકડી થી આજવા સુધીનો કરોડોના ખર્ચે રોડ બનાવવામાં આવ્યું હતું. આ રોડને માત્ર ત્રણ મહિના જ થયા છે તેવામાં આજવા ચોકડી થી સિકંદરપુરા સુધીનો એક કિ.મી નો રોડ ખખડધજ બની ગયો છે જેના કારણે અહીં સ્થાનિક સોસાયટીના રહીશો શાળા કોલેજ અને હોસ્પિટલ જતા દર્દીઓમાં ભારે રોષની લાગણી જન્મી છે ભ્રષ્ટાચાર મુક્ત શાસનની વાત કરતી સરકારના જ અધિકારીઓ દ્વારા આ રીતે મોટાપાયેએ ભ્રષ્ટાચાર થતો જોવા મળી રહ્યો છે