અરવલ્લી જિલ્લામાં પીએમ નરેન્દ્ર મોદીની માતાના અપમાનને લઈને ભાજપ દ્વારા તીવ્ર વિરોધ કાર્યક્રમ યોજાયો હતો.જેમા ભિલોડા ખાતે ભાજપના મહિલા મોરચા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.વિરોધ કાર્યક્રમ દરમિયાન "માતાનું અપમાન સહન નહીં કરે ગુજરાત" લખેલા બેનરો તથા પ્લેકાર્ડ્સ સાથે કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા હતા.ભિલોડા મામલતદારને આવેદન પાઠવવામાં આવ્યું હતું,મોટી સંખ્યામાં મહિલાઓ સહિત ભાજપના કાર્યકરો સક્રિય રીતે જોડાયા હતા.