શહેરા તાલુકામાં આવેલા પાનમ ડેમના કેચમેન્ટ વિસ્તાર અને ઉપરવાસમાં અવિરત વરસેલા ભારે વરસાદને કારણે પાનમ ડેમમાં મોટીમાત્રામાં પાણીની આવકમાં વધારો નોંધાયો હતો,જેમાં રવિવારની સવારે સૌપ્રથમ ૧૧૪૪૬૪ ક્યુસેક પાણીની આવક નોંધાઇ હતી,ત્યારબાદ ૧૩૬૮૨૫ ક્યુસેક અને ૧૬૦૧૮૫ ક્યુસેક એમ ક્રમશઃ પાણીની આવકમાં વધારો થયો હતો,પાણીની આવકમાં વધારો થતાં રૂલ લેવલ જાળવવા માટે પાનમ ડેમના ૮ દરવાજા ૧૫ ફૂટ સુધી ખોલી ક્રમશઃ ૧૬૫૧૩૩ કક્યુસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવ્યું હતું.