જુનાગઢના વંથલી ની ઝાપોદડ ગામની પ્રાથમિક શાળા ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુંમર દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓ સાથે શાળામાં ચાલતી શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને ઈતર પ્રવૃત્તિઓને લઈ વાર્તાલાપ કર્યો હતો. સરકાર દ્વારા પણ દર શનિવારે બેગલેસ ડે નો નિયમ બહાર પાડવામાં આવ્યો છે.ત્યારે શાળાના શિક્ષક સાથે પણ બાળકોને શાળામાં સારું શિક્ષણ મળી રહે અને શિક્ષણની સાથે સાથે ઈતર પ્રવૃત્તિઓ પર પણ બાળકોનું ધ્યાન કેન્દ્રિત થાય તેને લઈ ચર્ચાઓ કરી હતી.