ખેડબ્રહ્મા અંબાજી હાઈવે રોડ ઉપર આવેલ આરડેકતા કોલેજ નજીક શનિવારે બપોરે 12 વાગ્યાની આસપાસ છોટા હાથી અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં સૂત્રોથી મળતી માહિતી મુજબ ટ્રક ચાલકે છોટા હાથીને ટક્કર મારતા ત્રણ વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારે ઈજાગ્રસ્ત વ્યક્તિઓને તાત્કાલિક ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. ત્યારે અકસ્માતને લઈ ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ સમગ્ર મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.