મહેસાણા જિલ્લામાં આવેલા ઊંઝાના ઉનાવા ગામના મેમ તળાવમાં એક અજાણ્યા પુરુષની લાશ મળી આવી છે મૃતક પુરુષની ઉંમર અંદાજે 30 થી 40 વર્ષની હોવાનું અનુમાન છે. પોલીસ સુત્રો મુજબ 10 સપ્ટેમ્બર 2025 ના રોજ બપોરે 02:32 વાગ્યા પહેલા કોઈ સમય આ વ્યક્તિ તળાવમાં ડૂબી ગયો હોય તેવું જાણવા મળ્યું હતું. પોલીસે 194 હેઠળ અકસ્માત મોતનો કેસ દાખલ કર્યો છે.