બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ધારપીપળા ગામે સૌની યોજના લિંક બેમાંથી તળાવ ભરવા માટે રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવરીયાના હસ્તેવાલ તેમજ પાઇપલાઇનનું ખાતમુરત કરવામાં આવ્યું.2 કરોડ 22 લાખ 80,314 રૂપિયાના ખર્ચે આ વિકાસનું કામ કરવામાં આવશે આ ખાતમુર્હત પ્રસંગે ધારાસભ્ય કાળુભાઈ ડાભી,જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ સહિતના અનેક આગેવાનો મોટી સંખ્યામાં આ કાર્યક્રમની અંદર હાજર રહ્યા હતા.