1-6-2024થી 7-10-25 દરમિયાન અંકલેશ્વરના સુરવાડી ગામના દંપતી દ્વારક 12 લોકો સાથે છેતરપીંડી કરી હોવાની ઘટના સામે આવી છે.લોકોને લોન અપાવાની લાલચ આપી અલગ અલગ બેન્કમાંથી 17.67 લાખની છેતરપીંડી કરી હતી.આ અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે છેતરપીંડી કરનાર સંગીતાબેન પટેલ અને ભરત પટેલ સામે ફરિયાદ નોંધાઈ હતી પોલીસે બંને ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી આજરોજ દંપતી પૈકી પતિને ઝડપી પાડ્યો હતો.