તાપી જિલ્લાના સોનગઢ અને વ્યારા તાલુકામાં રાજ્ય સરકાર દ્વારા 35 નવી ઉદવહન સિંચાઈ યોજના મંજૂર કરાઈ.તાપી જિલ્લાના પ્રભારી મંત્રી મુકેશ પટેલ ની રજૂઆત ને ધ્યાને લઈ શુક્રવારના રોજ 4 કલાકે મળતી વિગત મુજબ રાજ્ય સરકાર દ્વારા સિંચાઈ યોજના મંજૂર કરવામાં આવતા ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે.જેમાં નવી 35 ઉદવહન સિંચાઈ યોજના મંજૂર કરતા સોનગઢ અને વ્યારા તાલુકાના 28 ગામોના 8761 હેક્ટર ને સિંચાઈ નો લાભ મળશે જેને લઈ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.