દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોષણ માહ-૨૦૨૫ ની ઉજવણીના આયોજન અંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.બી.પાંડોરનાં અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. આગામી તા.૧૭-૯-૨૦૨૫ થી ૧૬-૧૦-૨૦૨૫ દરમિયાન પોષણ માસની ઉજવણી અંતર્ગત સંબંધિત વિભાગો દ્વારા અસરકારક કામગીરી થાય તે અંગે સૂચના આપવામાં આવી હતી. ખાસ કરીને સામુદાયિક સ્તરે લોકોમાં પોષણ અંગે જાગૃતિ આવે, સ્થૂળતા નિવારણ થાય બાળકોમાં કુપોષણ ઘટે અને કિશોરીઓમાં એનિમિયાની તપાસ અને સારવાર થાય એ બાબત પર ભાર મૂકવામાં આવ્યો હતો.