ગુજરાતના યુવાનોને નશાના રવાડે ચડાવવાનું કાવતરું અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યું છે. જેમાં નેપાળથી અમદાવાદ લાવવામાં આવેલ 18 કરોડનું 18.905 કિલો ચરસ ક્રાઈમ બ્રાન્ચે કબજે કર્યું, વિવેકકુમાર કુશવાહ ઝડપાયો, વિમલ રાજપૂત અને અજય ફરાર થઈ ગયા છે જેની તપાસ યુપી પોલીસ સાથે મળીને કરવામાં આવી રહી છે. જોકે ઉત્તર પ્રદેશમાં 2 થી 3 વાર આ પ્રકારે ડ્રગ પકડવામાં આવ્યું છે.