રૈયા રોડ પર 31 ઓગસ્ટે રાત્રિના સમયે તેજસ ડાંગર નામના યુવક પર આરોપીઓ દ્વારા છરીના ઘા ઝીંકી તેને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરવામાં આવ્યો હતો. જેને પગલે ક્રાઈમ બ્રાન્ચ પોલીસ તેમજ ગાંધીગ્રામ પોલીસ સ્ટાફે ત્રણ સગીર સહિત જુનેદ અને સિકંદર નામના આરોપીઓની અટકાયત કરી હતી અને આજે બપોરે 12:30 વાગ્યાની આસપાસ એક આરોપીને ઘટના સ્થળે લઈ જઈ રી કન્ટ્રક્શન કરાવી જાહેરમાં માફી મંગાવી હતી