કડી તાલુકામાં ગઈ તારીખ 5 તારીખની સાંજે વરસાદની શરૂઆત થઈ હતી.તેમજ હવામાન વિભાગે કડી સહિત મહેસાણા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે.રવિવારે પણ સવાર થી વરસાદની ઝરમર વરસાદ વરસ્યો હતો.શનિવાર અને રવિવાર એમ બે દિવસમાં કડી પંથકમાં આશરે 4 ઈંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે.જો કે સરકારી ચોપડે શનિવારે રાત્રે અઢી ઇંચ વરસાદ નોંધાયો હતો. વરસાદ ને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.તેમજ હજુ પણ વરસાદી વાદળો સવાયેલા છે.