સાબરમતી નદી કાઠાના ગોલાણા,પાંદડ,વડગામ ગામોની નાયબ કલેકટર કુંજલ શાહ, તાલુકા વિકાસ અધિકારી મહિપાલસિંહ વાઘેલા, નાયબ મામલતદાર હિતેશભાઈ મકવાણા, સહીતના અધિકારીઓએ મુલાકાત કરી નિરીક્ષણ કર્યું હતું.અને આગેવાનો,સરપંચ અને તલાટીને જરૂરી સૂચનાઓ આપી હતી.બીજી તરફ સરપંચ અને તલાટી ખડે પગે રહ્યા છે. અને સલામતીના પગલે અશરગ્રસ્ત લોકોને સલામત સ્થળે ખસેડવાની તજવીજ હાથ ધરી છે.બીજી તરફ સાદ પડાવી ગ્રામજનોને સાવચેત કરાયા છે.