પોરબંદર જિલ્લો વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યો છે. તાજેતરમાં, સરકાર દ્વારા જિલ્લાની જનતા માટે મહત્વપૂર્ણ પરિવહન સુવિધા ઉમેરવામાં આવી છે . માંગરોળ–માળીયાના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયાની રજૂઆતને ધ્યાનમાં લેતા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા તાત્કાલિક ધોરણે નિર્ણય કરીને માધવપુર-અમદાવાદ રૂટની બસ સાંજે 08:20 વાગ્યાની બસ સેવા શરૂ કરવામાં આવી છે.