વિજાપુર બિલિયા ગામે રહેતા અલ્પા બેન સેનમાના પહેલા લગ્ન સુનીલ ભાઈ સેનમા સાથે થયા હતા.તેમનાથી લગ્ન દરમ્યાન બે સંતાનો થયા હતા.સુનીલ ભાઈ સેનમાનુ અકસ્માતમા મોત નીપજ્યું હતુ. અલ્પાબેને બીજા લગ્ન કર્યા હતા. પ્રથમ પતિના કલેમ્પના રૂપિયા 65 લાખ પાસ થયા હતા.અલ્પાબેને હિસ્સો માંગતા મૃતક સુનીલ ભાઈના પરિવાર જનોએ સાઈમંદિર પાસે મહિલાને મારમારી ઇજા કરતા આઠ સામે ફરીયાદ નોંધાવી છે. પોલીસે આજરોજ સોમવારે બપોરે ત્રણ કલાકે આઠ સામે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.