મહુધા તાલુકાના ચુણેલ નિલકંઠ મહાદેવ મંદિરે અન્નકૂટ યોજાયો મહુધા તાલુકાના ચુણેલ ખાતે આવેલા શ્રી નિલકંઠ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસની ભક્તિસભર ઉજવણી કરવામાં આવી હતી.શ્રાવણ માસના અંતિમ દિવસ શ્રાવણી અમાસે અન્નકૂટ યોજવામાં આવ્યો હતો.જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ દર્શનનો અને આરતીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.