ગોધરાના વાવડી બુઝર્ગ વિસ્તારમાં આવેલા SBI એટીએમ પર કાર્ડ બદલાવી ઠગાઈ કરવાનો પ્રયાસ કરનાર બે ઈસમોમાંથી એક ઝડપાયો છે. ફરિયાદી રમણસિંહ બારીયા પૈસા ઉપાડવા ગયા ત્યારે બે ઈસમોએ તેમનો પિન જોયો અને હાથચાલાકીથી કાર્ડ બદલવાનો પ્રયાસ કર્યો, પરંતુ બારીયા સચેત થતા એક આરોપી વાહિદઅલી કુરેશી ઝડપાયો જ્યારે બીજો અનિલકુમાર સરોજ ભાગી છૂટ્યો. બંને ATM પર આવી લોકોને વિશ્વાસમાં લઈ પિન જોઈ કાર્ડ બદલી ઠગાઈ કરતા હતા. પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.